Lakhs of Customers
Easy and Fast Shipping
No fixed costs. Pay when you sell
Secure and timely payments
24/7 services to help you through every step of selling online
Guaranteed Lowest Prices
FREE India Wide Shipping
SAFE SHOPPING Guarantee
EASY Returns/Replacements
Short Brief: ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સહાય યોજના | ikhedut Portal Yojana | Solar Fencing Yojana Gujarat 2022 |Ikhedut yojana 2022 | Solar Fencing subsidy In Gujarat | ગુજરાત સબસીડી યોજના 2022
રાષ્ટ્રના પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતોને ડાયરેક્ટ આર્થિક મદદ કરવા માટે Pradhan Mantri Kisan Sanmaan Yojana અમલી બનાવેલ છે. કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ અલગ-અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે. રાજ્યમાં ખેડૂતો માટે, પશુપાલકો માટે, બાગાયતી યોજના કે મત્સ્ય પાલનની યોજનાઓ ikhedut Portal પર ઓનલાઈન મૂકવામાં આવે છે.
Ikhedut Portal વિવિધ વિભાગોની યોજનાની માહિતી મુકવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના, અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિમિટેડ વગેરે વિભાગની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી Solar Fencing Yojana 2022 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
ગુજરાતના કૃષિ અને સરકાર વિભાગ દ્વારા પાક સંરક્ષણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના ખેતરો ફરતે Tar Fencing Yojana 2022 અમલી બનાવેલ છે. વધુમાં, ઈ-ખેડૂત પોર્ટલ દ્વારા સોલાર ફેન્સીંગ સહાય યોજના ઓનલાઈન મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ કોણે મળે? કેવી રીતે મળે તથા કેટલી સબસીડી આપવામાં આવે છે?, તે તમામ વિશે માહિતી મેળવીશું.
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા, ઝડપથી પાકની ફેરબદલી માટે તથા પાકના સંરક્ષણ માટે સોલાર ફેન્સીંગ માટે સબસીડી આપવાનું નક્કી કરેલું છે.
યોજનાનું નામ | સોલાર ફેન્સીંગ સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે, ખર્ચ ઘટાડવા માટે તથા પાક સંરક્ષણ હેતુ માટે આ સબસીડી પૂરી પાડવી. |
લાભાર્થી | ગુજરાતના તમામ જમીન ધારક ખેડૂતોને |
સહાયની રકમ | સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50 % અથવા રુ. 15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | Click કરો. |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 09/10/2022 |
iKhedut Portal 2022 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Solar Fencing Yojanaમાં ખેડૂતોને સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
ખેડૂતો માટેની આ સબસીડી યોજના હેઠળ સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદી પર subsidy આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
|
|
|
|
ગુજરાતના ખેડૂતો માટે યોજનાનો લાભ આપવા માટે Ikhedut Portal બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. સોલાર ફેન્સીંગ સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરની ફરતે સોલાર લગાવવા માટેની આ યોજના છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે Ikedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી Online Application કરાવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
i-ખેડૂત પોર્ટલ પર અરજીની સેવાઓ ઓનલાઈન થયેલ છે. ખેડૂત લાભાર્થી દ્વારા કરેલી ઓનલાઈન એપ્લિકેશનનું Status જાણી શકે છે. “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” ની સુવિધા દ્વારા પોતાની અરજીની શું સ્થિતી છે તેની માહિતી મેળવી શકે છે.
Add a comment